વડોદરા ખાતે આવેલ નવાપુરામાં થયેલ પથ્થરમારાની ઘટનામાં વધુ 5 આરોપીઓની ધરપકડ

copy image

copy image

વડોદરા ખાતે આવેલ નવાપુરામાં થયેલ પથ્થરમારાની ઘટનામાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ મામલે જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનામાં સામે પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ  બાદ કરવામાં આવેલ પથ્થરમારાનો કેસમાં અત્યાર સુધીમાં 34 આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવેલ છે. આ બનાવમાં નવાપુરા પોલીસે 100થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી.