છેલ્લા એક વર્ષથી સુરત ગ્રામ્ય જિલ્લા કોસંબા પોલીસ સ્ટેશનના ગણનાપાત્ર પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

પોલીસ મહાનિરિક્ષકશ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબનાઓએ પેરોલ, ફર્લો જમ્પ ફરારી આરોપી તથા નાસતા-ફરતા આરોપીઓ પકડવા સારૂ સુચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેકટર દિપસિંહ એ. તુવરના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો જીલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા-ફરતા તથા વૉન્ટેડ આરોપીઓ પકડવા સારૂ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમય દરમ્યાન ખાનગી બાતમીના આધારે સુરત ગ્રામ્ય જીલ્લા કોસંબા પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસતા-ફરતા આરોપીને આજે તા.૦૧/૦૩/૨૦૨૪ ના રોજ ભરૂચ બંબાખાના ખાતેથી પકડી કલમ સી.આર.પી.સી. ૪૧ (૧) આઈ મુજબ અટક કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને સુપ્રત કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી કીશનભાઇ અશોકભાઇ ચુડાસમા ઉ.વ. ૩૬ ધંધો: રીક્ષા ડ્રાઇવીંગ રહે. વેજલપુર, પારસીવાડ ભરૂચ.

ગુનાની વિગત કોસંબા પોલીસ સ્ટેશન પાર્ટ -C FIR No. ૦૪૦૪/૨૦૨૩ પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫ (એ) (ઈ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના

કામગીરી કરનાર અધિકારી અધિકારી હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ રાજેન્દ્રભાઇ, અધિકારી હેડ કોન્સ્ટેબલ શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ દિતાભાઇનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.