ઝઘડિયામાં ૪ પોલીસ સ્ટેશનના રૂ.૪૨ લાખના દારૂનો નાશ

ઝઘડીયા જી.આઇ.ડી.સીની વેરાન જગ્યાએ પોલીસે રૂ.૪૨ લાખ રૂપિયાના દારૂના જથ્થાનો રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા ટાઉન, ઝઘડિયા જી.આઇ.ડી.સી, ઉમલ્લા અને નેત્રંગ પોલીસે પ્રોહીબીશનના વિવિધ ગુનાઓમાં દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડયો હતો. ચારેય પોલીસ સ્ટેશનની ૨૪ હજાર જેટલી બોટલોનો નાશ કરવાની પરવાનગી મળતાં જી.આઇ.ડી.સીની વેરાન જગ્યાએ નાશ કરવાનું નકકી થયું હતું. ૨૪ હજાર જેટલી બોટલોને રોડ પર મુકીને તેના પર રોડ રોલર ફેરવી દેવાયું હતું. અંકલેશ્વરના ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઇ સહિતના અધિકારીઓની હાજરીમાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પ્રોહિબીશનના ગુનાઓમાં ઝડપાયેલાં દારૂનો તબકકાવાર નાશ કરી દેવામાં આવતો હોય છે તો પણ ગુજરાતમાં દારૂની રેલમછેલ રહેતી હોય છે.