ભુજમાંથી બેભાન હાલતમાં મળી આવેલ શખ્સનું સારવાર દરમ્યાન મોત
થોડા દિવસો પૂર્વે ભુજ શહેરમાંથી બેભાન હાલતમાં મળી આવેલ અજ્ઞાત શખ્સનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મૃત્યુ પામનાર શખ્સની હજુ પણ ઓળખ થઈ નથી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, ગત 15-2ના ભુજમાં આવેલ વિરામ હોટેલ નજીક વાહનોથી ધમધમતા માર્ગ પર બેભાન અવસ્થામાં અજાણ્યો શખ્સ મળી આવેલ હતો, જેને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જાણવા મળી રહ્યું છે કે, સારવાર દરમ્યાન આ શખ્સનું મોત નીપજયું હતું.