1.87 લાખના દારૂ સાથે બે શખ્સ ઝડપાયા
જાણવા મળી રહ્યું છે કે, આદિપુરમાં પોલીસે એક કારમાંથી 1.87 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુર શહેરમાં આવેલ સંત કંવરનગરના ગેટની સામેના ભાગે જુમાપીર ફાટક તરફ જતા માર્ગ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, દારૂ ભરેલ એક સફેદ રંગની કાર એરપોર્ટ ચાર રસ્તાથી રાજવી ફાટક થઇ જુમાપીર ફાટક બાજુવાળા રોડ તરફ આવી રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર વોચ ગોઠવી હતી. આ કાર આવતા પોલીસે તેને અટકાવી અને તેની તલાશી લેવામાં આવતા તેમાંથી દારૂ નીકળી પડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે,હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન કુલ રૂા. 1,87,940 ના દારૂ સાથે બે શખ્સોની અટક કરવામાં આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.