માંડવી ખાતે આવેલ કોટડી મહાદેવપુરીના સીમ વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીના રૂા. 3.50 લાખના વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ


માંડવી ખાતે આવેલ કોટડી મહાદેવપુરીના સીમ વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીમાં રાખવામા આવેલ એલ્યુમિનિયમના 26.2 કિલોમીટરની લંબાઈના વાયર જેની કિ.રૂા. 3.50 લાખની કિંમતના 12 નંગ ડ્રમની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવમાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવી તાલુકાના કોટડી મહાદેવપુરીના સીમ વિસ્તારમાં આવેલ વિન્ડોસલ પ્રા. લિ. કંપનીને કોટડી, સાંભરા, નાના કરોડિયા, મોડકૂબા તથા કોકલિયા સુધી વીજલાઈન નાખવાની કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો. આ કામગીરી માટે કંપનીના કબ્જાના વાડામાં રાખવામા આવેલ વીજતારની તા. 16-11-23થી 10-1-24 દરમ્યાન કોઈ ચોર ઈશમો તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.