નખત્રાણા ખાતે આવેલ છારીઢંઢમાંથી 60 હજારના સાઇન બોર્ડની તસ્કરી થતાં ફરિયાદ

નખત્રાણા ખાતે આવેલ છારીઢંઢ વિસ્તારમાં લગાવવામાં આવેલ એઁ.સી.પી. સીટના સાઈન બોર્ડ પૈકી કિં. રૂા.60,000ના ચાર સાઈન બોર્ડની કોઈ ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયેલ હતા. આ મામલે નિરોણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર વન વિભાગ દ્વારા લોખંડની ફ્રેમમાં જુદા-જુદા પક્ષીઓ અને પ્રાણીઓની માહિતી દર્શાવતા સાઈન બોર્ડ વિવિધ વિસ્તારમાં લગાડવામાં આવેલ હતાં, જેમાંથી ચાર બોર્ડ કિં. રૂા.60,000ની કોઈ શખ્સ તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે અજાણ્યા આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.