ભુજ થી સાબરમતી ને બદલે ભુજ ગાંધીનગર ટ્રેન શરૂ થશે
ભુજ થી સાબરમતી વચ્ચે ચાલતી ટ્રેન બંધ થતાં ટ્રેન ફરી શરૂ થાય તેવી લોક લાગણી ને લક્ષમાં લઈ સાંસદ વિનોદ ચાવડા દ્વારા રેલ્વે વિભાગને રજુઆત કરતાં તારીખ ૦૬ માર્ચ થી ભુજ થી ગાંધીનગર સુંધી ટ્રેન નિયમિત શરૂ થશે.
ગાંધીનગર રેલ્વે સ્ટેશન થી હાલમાં અલગ અલગ ૧૮ ટ્રેન આવન જાવન કરે છે. ત્યારે કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપર થી વધુ એક ટ્રેન દોડતિમ જોવા મળશે. આગામી ૬ માર્ચ ના રોજ ભુજ થી ગાંધીનગર ટ્રેન ને લીલી ઝંડી આપવામાં આવશે. જે બપોર ના બે કલાકે ગાંધીનગર આવશે. જ્યારે ગાંધીનગર થી સાંજે ૫ કલાકે ઉપડશે જે રાત્રી ના ૧૧ વાગ્યા ના અરસા માં ભુજ પહોચડશે. એમ સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા જણાવતા રેલ્વે વિભાગ નું આભાર માન્યો હતો.