માર્ચ માસમાં વાહનોનો ફિટનેસ રીન્યુ કેમ્પ યોજાશે
કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિક અને વાહન માલિકો માટે માર્ચ – ૨૦૨૪ માસમાં વાહનોની ફિટનેસ રીન્યુ કરાવવા અંગેનો કેમ્પ સવારે ૧૧.૦૦ થી ૨.૦૦ કલાક સુધી તા.૦૭/૦૩/૨૦૨૪ના નખત્રાણા, તા.૧૪/૦૩/૨૦૨૪ના નલીયા, તા.૧૬/૦૩/૨૦૨૪ના મુંદરા તથા ૩૦/૦૩/૨૦૨૪ના માંડવી ખાતે યોજાશે. જેમાં તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવાની કામગીરી કરાશે તથા આર.ટી.ઓ ભુજ કચેરીએ પણ આ કામગીરી કરી અપાશે તેવું ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી- કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.