“માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટીમાં દર્શાવ્યા કરતાં વધુ બેન્ટોનાઇટ (ખનીજ) ભરેલ ત્રણ ટ્રકને પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા સુચના આપેલ હોય જે અનુસંધાને,

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી તથા એ.એસ.આઈ.કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડા, શક્તિસિંહ ગઢવી તથા મહિપાલસિંહ પુરોહિતનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન સામત્રા ટોલાનકા પાસે નલીયા ભુજ હાઈવે રોડ પર ત્રણ ડમ્પર ટ્રકમાં બેન્ટોનાઇટ(ખનીજ) ભરેલ હાલતમાં આવતા હોય જે વાહનો રોકી સદરહુ વાહનમાં ભરેલ બેન્ટોનાઇટ(ખનીજ) બાબતે રોયલ્ટી પાસ-પરમીટ ચેક કરતાં સદરહુ વાહનોમાં ભરેલ ખનીજ રોયલ્ટીમાં દર્શાવ્યા કરતાં વધુ હોવાનુ જણાઇ આવતા ત્રણેય વાહનોનું વે-બ્રીજ ખાતે વજન કરાવી જોતા સદરહુ વાહનો રોયલ્ટીમાં દર્શાવ્યા કરતાં વધુ બેન્ટોનાઇટ(ખનીજ) ભરેલ મળી આવેલ જે અંગે (1) રજીસ્ટેશન નંબર- GJ 36 V 3173 તથા (2) રજીસ્ટેશન નંબર. GJ12 BW 9970 તથા (3) રજીસ્ટેશન નંબર- GJ 27 TT 1205 વાળા વાહનોના ચાલકોને ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ મેમો આપી વાહનો ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી ત્રણેય ટ્રકો માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે.