“ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લામા લગ્ન પ્રસંગોમાં સોના- ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાના પર્સ તથા માલસામાનની ચોરી કરતી કડીયારા શાંશી (મધ્યપ્રદેશ) ગેંગને પકડી પાડતી પધ્ધર પોલીસ”

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા આર ડી જાડેજા સાહેબશ્રી નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ,ભુજનાઓના માર્ગદશન હેઠળ મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા માટે સુચના આપવામાં આવેલ હોઇ જે અનુસંધાને
આજરોજ પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.એમ.ગોહિલ સાહેબની સુચના મુજબ પધ્ધર પોલીસ સ્ટાફના માણસો કુકમા ત્રણ રસ્તા પોલીસ ચેક પોસ્ટ પર વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન એક સફેદ કલરની ફોર વ્હીલ વાહન ભુજ તરફથી આવતા જેને હાથ વડે ઇશારો કરી ઉભી રાખવા કહેતા મજકુર વાહન ચાલકે સદર વાહન ઉભુ નહી રાખતા તુરંત હાજર પી.સી.આર વાહનથી પીછો કરતા તેણે કુકમા રોડ ઉપર સમાવાસમાં વાહન વાળી દેતા તેનો પીછો કરી પકડેલ અને સદર વાહનામાં ચેક કરતા ત્રણ માણસો સવાર હોઇ જેઓની પુછપરછ કરતા જે શંકાસ્પદ લાગતા હાજર જગ્યાથી સદર વાહન સાથે કુકમા ત્રણ રસ્તા ચેક પોસ્ટ લઇ આવી પ્રાથમીક પુછપરછ કરતા પંચો રૂબરૂ લગ્ન પ્રસંગમાં ગાંધીધામ મુકામેથી પર્સની ચોરી કરેલ હોવાનુ જણાવતા નીચેની વિગતે મુદામાલ CrPC કલમ-૧૦૨ મુજબ કબ્જે કરેલ અને મજકુર ઇશમને CrPC કલમ-૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીઓ :-
(૧) અંકુશકુમાર S/O રાજકુમાર ચંદરસિંગ જાતે- શાંશી (ચમાર) ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે.ગામ- કડીયા સાંસી, કાલીમૈયાના મંદીર પાસે, પોલીસ સ્ટેશન-બોળા પોલીસ સ્ટેશન (ગામથી છ કી.મી.દુર આવેલ છે.) તા-પચોર જુની નરસિંહગંજ જીલ્લો-રાજગઢ રાજ્ય-મધ્યપ્રદેશ મોબાઇલ નંબર- ૯૯૨૬૭૨૬૨૧૨.
(૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર
(૩) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર
હાજર નહી મળી આવેલ ઇશમ:-
(૧) નકુલ રાજકુમાર સાંસી રહે.ગામ-ઉમરાવ સાંસી,, પોલીસ સ્ટેશન-બોળા પોલીસ સ્ટેશન તા-પચોર જુની નરસિંહગંજ જીલ્લો-રાજગઢ રાજ્ય-મધ્યપ્રદેશ
(૨) દીપક કાલુલાલ સાંસી રહે.ગામ-કળીયા(કડીયા) તા-પચોર જી.રાજગઢ રાજ્ય-મધ્યપ્રદેશ મુળ રહે. ગામ-બલાઇ મોહલ્લા સ્ટેશન નગર ભીલવાડા રાજસ્થાન
મુદ્દામાલ :-
(૧) ચાંદીની નાની ઝાડ જે
(૨) બે ચાંદીના નાના કલશ જે
(૩) બે ચાંદીના ચોરસ કળશ જેમાં એક નાનો તથા એક મોટો જે
(૪) એક ચાંદીની નાની ગણપતીની મુર્તી જે
(૫) એક ચાંદીની નાની પોઠીયાની મુર્તી જે
(૬) બે પગની આંગળીમાં પહેરવાની ચાંદીની ચવેટીયા જે
(૭) બે હાથની આંગળીઓમાં પહેરવાની ચાંદીની વીટી જે
(૮) એક ચાંદીનો કમરમાં રાખવાનો ઝુમખો જે
(૯) બે ઝોડ ચાંદીની તોડી જેમાં એક નવી તથા એક જુની જે