બી.પી.એલ. કાર્ડ હોઈ અને ૦-૨૦ નો સ્કોર ન ધરાવતા  હોઈ તેવા બી.પી.એલ ધારકોને વૃધ્ધ પેન્શનનો લાભ આપવા રાપર પૂર્વ ધારાસભ્યશ્રી દ્વારા રાજયના મુખ્યમંત્રી સમક્ષ ધારદાર રજુઆત

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલશ્રી સહિત ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર તેમજ ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી અમિતભાઈ ચાવડા સહિત કલેક્ટરશ્રી કરછ સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ સરકારશ્રી દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ નોધાયેલ (બી.પી.એલ) લાભાર્થીઓ જેમની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોઈ તેવા વૃધ્ધ લોકોને સરકાર દ્વારા દર મહિને ૧૦૦૦ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી રહી હોઈ જેમાં નિયમોઅનુસાર સદર યોજનાનો લાભ મેળવવા માટે બી.પી.એલ.સ્કોર ૦ થી ૨૦ હોવો ફરજિયાત છે પરંતુ હજુ ઘણા એવા ગરીબી રેખા હેઠળ જીવતા બી.પી.એલ ધારકો છે પરંતુ ૦-૨૦ ના સ્કોરમાં સમાવેશ નથી જેથી આ યોજનાનો લાભ મળતો નથી જેથી જે હકીકતમાં ગરીબી રેખા નીચે ગુજરાન ચલાવતા લોકો આ યોજનાના લાભ થી વંચિત રહી જતાં હોઈ માટે બી.પી.એલ કાર્ડ ધરાવતા હોઈ પરંતુ ૦-૨૦ ના સ્કોરમાં નામ ન હોય તેવા ગરીબ લોકોને પણ આ યોજનાનો લાભ મળી રહે તે હેતુસર ગરીબ લોકોના હિતાર્થે કાર્યવાહી કરવા કરીને વૃધ્ધ પેન્શનનો લાભ આપવા રાપર  વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ રાજય સરકાર સમક્ષ માંગ કરી હતી.