અંજાર શહેરમાં બે બંધ મકાનોમાં તસ્કરોએ ખાતર પાડ્યું

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, કચ્છના અંજાર શહેરમાં બે બંધ મકાનોમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. આ મામલે પ્રાપ્ત થઈ વિગતો મુજબ આ બનાવ અંગે સુમિતભાઈ દેવજીભાઈ રાણા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા.29/2ના સવારથી તા.2/3ના સવાર સુધીના સમયગાળા દરમ્યાન અંજારના એ.પી.એમ.સી. નજીક આવેલ સંઘવી હોમ્સ સોસાયટીના મકાન નં. 66માં આ ચોરીનો બનાવ બન્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ અજાણ્યા આરોપી ઈશમો ફરિયાદીના મકાનનું તાળું તોડી અને બેડરૂમના કબાટમાંથી રોકડા રૂા.1.30 લાખ તથા સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા.1,53,430ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઉપરાંત વધુમાં માહિતી મળી રહી છે કે, ફરિયાદીના મકાનની બાજુમાં આવેલ અન્ય મકાનમાં પણ તસ્કરોએ ઘૂસી અને હાથ સાફ કર્યો હતો. આ મકાનમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા.30546ની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો નાસી છૂટ્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.