ભુજ-અંજારના ધોરીમાર્ગ પર પગપાળા જતાં 43 વર્ષીય આધેડને અજાણ્યાં વાહને હડફેટમાં લેતા મોત
copy image

ભુજ-અંજારના ધોરીમાર્ગ પર પગપાળા જતાં 43 વર્ષીય આધેડને અજાણ્યાં વાહને હડફેટમાં લેતા આ શખ્સનું મોત નીપજયું હતું. આ બનાવ ગત રાત્રે બન્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ-અંજારના ધોરીમાર્ગ પર આવેલ માહી ડેરી સામે ગત રાત્રે અંદાજે 9.30 વાગ્યાના સમયે કેરાના પૃથ્વીરાજસિંહ સોઢા પગે ચાલીને જઇ રહ્યા હતા તે દરમ્યાન અચાનક પૂરપાટ આવી રહેલા અજાણ્યાં વાહને તેને અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, પૃથ્વીરાજસિંહને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ગંભીર ઇજાઓના પગલે સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.