ભચાઉ ખાતે આવેલ ચોપડવા નજીક  બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત

ગત તા. 6/2ના ભચાઉ ખાતે આવેલ ચોપડવા નજીક  બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 6/2ના ભચાઉમાં રહેનાર  22 વર્ષીય યુવાન  અંજાર ખાતે આવેલ અજાપર બાજુ ગયેલ હતો, ત્યાંથી પરત આવતા સમયે ચોપડવા નજીક  અંકુર  કંપની નજીક પહોંચતાં અજાણ્યા ટ્રકના ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવતાં બાઇકચાલક  તેનાથી બચવા  ગયો  હતો, જેમાં   બાઇક સ્લીપ થતાં યુવાન નીચે પટકાયો હતો અને બાદમાં તોતિંગ ટ્રકના પૈડાં બાઇકચાલક પરથી ફરી વળતાં આ યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ મામલે ટ્રકના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદ અનુસાર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.