, મોરબી સરકારી હોસ્પીટલના પાર્કિંગમાંથી એક બાઈકની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, મોરબી સરકારી હોસ્પીટલના પાર્કિંગમાંથી એક બાઈકની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી ખાતે આવેલ ગુંગણ ગામમાં રહેતા અશોકભાઈ ડાયાભાઇ પરમાર દ્વારા આ મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. ૨૭ ના ફરિયાદીએ પોતાની બાઇક સરકારી હોસ્પિટલ મોરબીમાં પાર્કિંગ કરેલ હોય જે બાઈકની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈશમ ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામેલ આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.