આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂ.૧૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની કચ્છવાસીઓને ભેટ આપશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૫ માર્ચના રોજ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે ૪:૦૦ કલાકે ભુજ-ભચાઉ હાઇવે, શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.૯૯૬ કરોડના કુલ ૧૨ કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. ૧૧ કરોડના ૮ કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.૧૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકામોની કચ્છવાસીઓને ભેટ આપશે.
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાતમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્યો સર્વશ્રી કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરૂધ્ધભાઇ દવે તથા ત્રિકમભાઇ છાંગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

બોક્સ-૧:

લોકાર્પણના કામોની વિગતો

  1. માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે રૂ. ૩.૧૬ કરોડના ખર્ચે નવનિર્મિત હાઈસ્કૂલનું લોકાર્પણ
  2. મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામે રૂ. ૩.૦૦ કરોડના નવનિર્મિત હાઈસ્કૂલનું લોકાર્પણ
  3. માંડવી તાલુકાના સાંભરાઈ ગામ ખાતે રૂ. ૧.૨૫ કરોડના નવનિર્મિત હાઈસ્કૂલનું લોકાર્પણ
  4. અંજાર તાલુકાની વરસામેડી કુમાર પ્રાથમિક શાળા ભવનનું રૂ. ૦.૫૨ કરોડના ખર્ચે લોકાર્પણ
  5. ભચાઉ તાલુકાના ધોળાવીરા ખાતે રૂ.૧.૦૫ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
  6. ભુજમાં રૂ. ૦.૮૧ કરોડના ખર્ચે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ-૦૨ નું લોકાર્પણ
  7. ભુજમાં રૂ. ૦.૮૩ કરોડના ખર્ચે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ-૦૩ નું લોકાર્પણ
  8. ભચાઉ તાલુકાના ધોળાવીરા ખાતે રૂ. ૦.૬૫ કરોડના ખર્ચે મેટરનિટી કોમ્પ્લેક્ક્ષનું લોકાર્પણ
    આમ, કુલ રૂ. ૧૧.૨૭ કરોડના ખર્ચે ૦૮ કામોનું લોકાર્પણ કરાશે.

બોક્સ-૨ :

ખાતમૂહુર્તના મહત્વના કામોની વિગત

  1. જીએસઆરડીસી ગાંધીનગર દ્વારા રૂ. ૭૪૦ કરોડના ખર્ચે ભુજથી ભચાઉ સેક્શન રોડનું ખાતમૂર્હુત.
  2. માર્ગ અને મકાન વિભાગ પંચાયત ભુજ દ્વારા રૂ. ૧૩૮.૩૦ કરોડના ખર્ચે સામખીયાળી-એકલ-બાંભણકા જનાણ રોડનું ખાતમૂર્હુત
  3. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રૂ. ૫૧.૫૦ કરોડના ખર્ચે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં ભૂર્ગભ ગટર યોજનાના કામનું ખાતમૂર્હુત
  4. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અંજાર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના રૂ. ૪૨.૦૧ કરોડના કામનું ખાતમૂર્હુત
  5. શિક્ષણ વિભાગ દ્વારા ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે રૂ. ૧૩.૦૪ કરોડના ખર્ચે મોડેલ ડે શાળાનું ખાતમૂર્હુત
  6. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂ.૪.૨૫ કરોડના ખર્ચે લુણી-ગુંદાલા પત્રી ટપ્પર રસ્તાના સ્ટ્રેધનિંગ કામનું ખાતમૂર્હુત
  7. રાપર તાલુકામાં રૂ.૧.૩૫ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુવઈનું ખાતમૂર્હુત
  8. લખપત તાલુકામાં રૂ. ૧.૩૦ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતાના મઢનું ખાતમૂર્હુત
  9. માંડવી તાલુકામાં રૂ.૧.૨૯ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દશરડીનું ખાતમૂર્હુત
  10. ભુજ તાલુકામાં રૂ. ૧.૨૬ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેરાનું ખાતમૂર્હુત
  11. માંડવી તાલુકામાં રૂ. ૧.૨૬ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલવાણાનું ખાતમૂર્હુત
  12. આરોગ્ય વિભાગ દ્વારા ભુજ ખાતે રૂ. ૧.૨૧ કરોડના ખર્ચે વેક્સિન સ્ટોરના કામનું ખાતમૂહુર્ત

આમ, મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે રૂ. ૯૯૬.૩૭ કરોડના ૧૨ કામનું ખાતમૂહુર્ત કરવામાં આવશે.
કચ્છ જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી અંદાજે રૂ. ૧૦૦૦ કરોડથી વધારે ખર્ચના કુલ ૨૦ કામનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.