ભુજ નગરપાલિકા દ્વારા માર્ચ મહિનો શરૂ થતાં જ વેરા વસૂલાત ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી
ભુજ નગરપાલિકા દ્વારા માર્ચ મહિનો શરૂ થતાં જ વેરા વસૂલાત ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી છે. શહેરમાં રેસિડન્સ અને કોમર્સિયલ મિલકત ધારકોને બાકી લેણા મુદ્દે નોટીસો આપી વેરો ભરવા માટે પાલિકાએ અપીલ કરી છે તો 13 જેટલા ગટર અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે તો અત્યાર સુધીમાં પાલિકાએ 14 કરોડ જેટલી રકમ વેરા પેટે વસૂલાત કરી છે.ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં નગરપાલિકા દ્વારા 28થી 30 કરોડના વેરા વસુલાતનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. માર્ચ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને હિસાબી ચોપડાની સમીક્ષા અને હિસાબો પૂર્ણ કરવાનો મહિનો હોવાથી ફેબ્રુઆરી અને માર્ચ માસમાં સૌથી વધુ આવક ભુજ નગરપાલિકને થતી હોય છે. ત્યારે બાકીદારોને નોટીસ પાઠવવાની સાથે કનેક્શન કાપવાની કામગીરી પણ ભુજ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. માર્ચ મહિનો શરૂ થઈ જતાં ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશને વેગવાન બનાવી દેવાઈ છે.નગરપાલિકા દ્વારા આ વર્ષે 28થી 30 કરોડની વેરા વસુલાતનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. જો કે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થતાં અત્યાર સુધીમા 14 કરોડની આવક થઈ ગઈ છે. વેરા વસૂલાતના ઝુંબેશના ભાગરૂપે રહેઠાણ વિસ્તારોમાં વેરા નહીં ભરનારના ગટર, પાણી અને લાઈટ કનેક્શન કાપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જો નાગરિકો સમયસર પોતાનો વેરો ભરપાઈ નહીં કરે તો 18 ટકાએ વ્યાજ પણ વસૂલવામાં આવશે.નગરપાલિકાની સ્વ ભંડોળની તિજોરી તળિયા ઝાટક થઈ ચૂકી છે અને વિકાસના કામો કરવા માટે લોકભાગીદારી જોઈએ જેથી ભુજ નગરપાલીકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવાઈ છે. ભુજ નગરપાલિકા દ્વારા પોતાનું સ્વભંડોળ મજબૂત કરવા માટે વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.તો નગરપાલિકા પર પીજીવીસીએલનું પણ 40 કરોડ રૂપિયા જેટલું લેણું થઈ ગયું છે ત્યારે નગરપાલીકા દ્વારા નાગરિકોને સમયસર વેરા ચૂકવવા અપીલ કરી છે જેથી કરીને નગરપાલિકા પણ પોતાની જવાબદારીઓ છે તે પૂર્ણ કરી શકે.