માંડવી ખાતે આવેલ કોડાય નજીક ઉભેલા બાઈક ચાલક પરથી ડમ્પર ફરી વળતા બાઈકચાલકનું મોત

copy image

copy image

માંડવી ખાતે આવેલ કોડાય નજીક ઉભેલા બાઈક ચાલક પરથી ડમ્પર ફરી વળતા બાઈકચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવી તાલુકાનાં કોડાય ગામ નજીક ડામર ખાલી કરી રહેલ ડમ્પરના ચાલકે રીવર્સ લેતા પાછળ ઉભેલા બાઈક ચાલક પરથી ડમ્પર વળ્યું હતું. જેમાં બાઈક ચાલકનું ગંભીર ઇજાઓના પગલે તેનું મોત નીપજયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ પીયાવા ગામના વાડી વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિર નજીક રહેતા 45 વર્ષીય શખ્સ પોતાનું બાઈક લઇ જઈ રહ્યા હતા તે દરમ્યાન રસ્તા પર કામ ચાલુ હોતા પોતે બાઈક ઉભી રાખી દીધી હતી. તે સમયે ડામર ખાલી કરી રહેલ ડમ્પરના ચાલકે રીવર્સ લેતા પાછળ ઉભેલા બાઈક ચાલક ડમ્પર હેઠળ આવી ગયો હતો. જેથી તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે બાઈકચાલકનું મોત નીપજયું હતું.