માંડવી ખાતે આવેલ પિયાવાની વાડીમાંથી 32 હજારની લાઇનની ચોરીમાં સંડોવાયેલ આરોપી શખ્સને પોલીસે દબોચ્યો

copy image

copy image

માંડવી ખાતે આવેલ પિયાવાની વાડીમાંથી 32 હજારની લાઇનની ચોરીમાં સંડોવાયેલ આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર માંડવી તાલુકાના પિયાવાની વાડીમાંથી 32 હજારના ડ્રિપલાઈનના ફીંડલાની ચોરી થતાં આરોપી શખ્સ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીની વાડીના શેઢા પરથી 13 ડ્રિપલાઈનના ફીંડલા જેની કિં. રૂા. 32,500ની ચોરી થતાં ફરિયાદીએ  આસપાસ પૂછપરછ સાથે તપાસ કરતાં ફરિયાદીના પુત્રવધૂએ કહ્યું કે, તેમની વાડી પાસે છકડામાં આવેલો શખ્સ ફેરા મારતો હતો.  જેથી આ ચોરીના મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.