ગાંધીધામ શહેરના અપનાનગરમાં મેદાનમાં મલબો ખડકી દેવાતા લોકોમાં નારાજગીનો માહોલ
ગાંધીધામ શહેરના અપનાનગર વિસ્તારના એ બ્લોકના ગ્રાઉંડ લગભ અડધું મેદાન મલબાથી ખડકાયેલું જોવા મળી રહ્યું છે, ત્યારે આ મામલે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, આ મુદ્દે લોકોમાં ભારે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આ સ્થળ પર મલબો પડેલ હોવાના કારણે થોડા પણ વરસાદમાં પાણી અને કાદવ બની જાય છે અને મચ્છરો, દુર્ગંધનો ઉપદ્રવ વધી જાય છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ સ્થળ પર બગીચો બનાવીને વડીલોને બેસવા માટે અને બાળકોને રમવા માટે અહી સ્થળનો વિકાસ કરવો જોઇએ, પરંતુ આ મુદ્દે કોઈનું પણ ધ્યાન જતું નથી.આ સ્થળની વહેલી તકે સફાઈ અને વિકાસ થાય તેવી લોક માંગ ઉઠી છે.