મુંદ્રા તાલુકાનાં નાના કપાયા ગામમાં પાંચ વર્ષીય માસૂમ બાળકને પુરપાટ આવતી કારે અડફેટમાં લેતા બાળકનું મોત
હાલમાં જ ચકચારી મામલો સામે આવી રહ્યો છે કે જેમાં મુંદ્રા તાલુકાનાં નાના કપાયા ગામમાં પાંચ વર્ષીય માસૂમ બાળકને પુરપાટ આવતી કારે અડફેટમાં લેતા આ બાળકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં મુંદ્રા તાલુકા નાના કપાયામાં રહેતા સંજય મોહરસિંગ વસુનીયા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત સોમવારના સાંજના સમયે પંજતનપીર પાટીયા નજીક રોડ પસાર કરતા તેમના પાંચ વર્ષીય પુત્રને પુરપાટ આવતી કારના ચાલકે બેદરકારીથી કાર હંકારી હડફેટે લીધો હતો.જાણવા મલી રહ્યું છે કે, આ બનાવમાં માસૂમ બાળકને કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.