જુનાગઢ વિસ્તારમાંથી દારૂ ભરેલ કાર ઝડપાઈ : આરોપી ફરાર

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, જુનાગઢમાં દારૂ ભરેલ કાર પોલીસે ઝડપી પાડી હતી. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ જુનાગઢ સી ડીવીઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, એક સફેદ સ્વીફટ કારમાં દારૂના જથ્થાની હેરાફરી થવાની છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને ગત દિવસે સવારે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી વાળી કાર આવતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન સ્વીફટ કારમાંથી રૂ.2,30,880નો 43 પેટી વિદેશી દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો.હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં આરોપી શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.