ભુજ ખાતે આવેલ માધાપરમાં બંધ મકાનના તાળાં તોડી 48 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ભુજ ખાતે આવેલ માધાપરમાં બંધ મકાનના તાળાં તોડી 48 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ચોરીના બનાવ અંગે માધાપરના રહેવાસી મયૂરભાઈ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 23-2ના ઓટો ગેરેજ ચલાવતા ફરિયાદી મયૂરભાઈ તેમના પત્ની સાથે નખત્રાણા ખાતે આવેલ તેમના ગામ વિભાપર ખાતે ગયેલ હતા. તે સમયે ફરિયાદીના પિતાને તેમના પડોશી દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવેલ કે ફરિયાદના ઘરમાં ચોરી થયેલ છે. બનાવ અંગે જાણ થતાં પરત ઘરે આવીને તપાસ હાથ ધરવામાં આવતા રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના સહિત કુલ 48,500ના મુદ્દામાલ પર હાથ ફેરો થયો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદ અનુસાર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.