મોટર સાયકલ, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વરનંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ – કચ્છ દ્વારા મોટર સાયકલ, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો( થ્રી વ્હીલર પેસેન્જર સિવાયના)માં અગાઉની સિરીઝમાં બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રી-ઓકશન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૫/૦૩/૨૦૨૪, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે . ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૦૩/૨૦૨૪, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૭/૦૩/૨૦૨૪, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૧૯/૦૩/૨૦૨૪, સમય સાંજે ૪ કલાક સુધી થશે.
ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલર માટે રૂ.૮૦૦૦, અન્ય રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ- વ્હીલર માટે રૂ. ૩૫૦૦ તથા અન્ય માટે રૂ.૧૫૦૦૦ તથા અન્ય નંબરોના ફીના દર ટુ- વ્હીલર માટે રૂ. ૨૦૦૦ તથા અન્ય માટે રૂ.૮૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા http://vahan.parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશરશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાંક નં. આઇ.ટી./પસંદગી નંબર/Online auction/૭૪૨૧ તા.૧૨/૦૯/૨૦૧૭ Appendix-A(આ સાથે સામેલ છે)ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઇસનો કોઇ નંબર નહી મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહી. તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસ એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહી.
અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના ૫ દિવસમાં બીડ અમાઉન્ટના નાણા જમાં કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મુળ ભરેલી રકમ(Base price)ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહી.
ઓનલાઇન ઓકશન દરમિયાન અરજદારશ્રીએ આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારશ્રીએ રિફંડ માટે જે તે અરજદારશ્રીના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે. તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજની યાદીમાં જણાવાયું છે.