કચ્છ અને મોરબી થી અન્ય પ્રાંતો ને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદશ્રી વિનોદ ચાવડા

કચ્છ અને મોરબી થી અન્ય પ્રાંતો ને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીરેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદશ્રી વિનોદ ચાવડ કેન્દ્રીય રેલવે મંત્રીશ્રી માન. અશ્વિની વૈષ્ણવજી ની સાથે ચોમાસું સત્ર દરમ્યાન કચ્છના જાગૃત અને લોકપ્રિય સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુલાકાત કરી કચ્છ મોરબી વિસ્તારમાં રેલ સુવિધા અને નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા રજૂઆતો કરી હતી.સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, માન. કર્મઠ અને નવા ભારત – શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન દ્રષ્ટા વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વ તળે દરેક ક્ષેત્રે માળખાગત વિકાસ, ટેકનોલોજીકલ નવીનીકરણ થઈ રહ્યું છે. તેમના નેતૃત્વ માં રેલ્વે ક્ષેત્રે પણ ઘણા સુધારા – નવી રેલ્વે, આધુનીક રેલ્વે સ્ટેશનો, દેશના દરેક ક્ષેત્ર ને જોડતી રેલ્વે સેવા છે. ત્યારે કચ્છ ભુજ થી ઊપડતી ભુજ – સરાય રોહિલા ટ્રેનને હરિદ્વાર સુંધી લંબાવવા – મોરબી થી મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા, ભુજ થી થાણા (મુંબઈ) વચ્ચે નવી રેલ સેવા ભુજ – ગાંધીધામ થી ઊપડતી ગાડીઓ ને માળીયા સ્ટોપેજ, બિહાર ઉતર પ્રદેશ ને જોડતી ગાંધીધામ – ભાગલપુર ટ્રેન નંબર 09451 ને કન્ટીન્યુ કરવા કચ્છ થી ઉતર પ્રદેશ ને જોડતી નમો ભારત ટ્રેન શરૂ કરવા મોરબી – અમદાવાદ, મોરબી – રાજકોટ ટ્રેન સેવા શરૂ કરવા રજૂઆતો કરી હતી. ધંધા – રોજગાર અર્થે કચ્છ માં સ્થાઈ થયેલા લાખો પરિવારોને, ધર્મ સ્થળોએ યાત્રાએ જતાં પરિવારો ને સવલત મળશે, રજુઆત ની નોંધ લઈ માન. કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીએ સોહાર્દ પુર્વક સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. રજુઆત કરતાં સાંસદશ્રી સાથે ઉતર ભારતીય ડેલિગેશન પણ જોડાયું હતું.