ભચાઉ -ગાંધીધામ માર્ગ પર ટ્રકમાંથી નવ હજારની કિંમતનું લોખંડની તસ્કરી થતાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શખ્સોને દબોચી લીધા
copy image

ભચાઉ -ગાંધીધામ માર્ગ પર ટ્રકમાંથી નવ હજારની કિંમતનું લોખંડની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ હતી, જાણવા મળી રહ્યું છે કે, નોંધાવેલ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી અને પોલીસે આરોપી શખ્સોને ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આ મામલે કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટના મેનેજર ઈશ્વરભા દેવરાજભા ગઢવી દ્વારા આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવેલ હતો. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી શખ્સએ ટ્રકને સાગર હોટલ પાછળ લઈ જઈને તેમાંથી 200 કિ.ગ્રા જેટલા લોખંડના જથ્થાની તસ્કરી કરી હતી. નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આ ગુનામાં સામેલ બે ટ્રક ચાલક આરોપી તથા ચોરીનો માલ છોટા હાથીમાં લઈ જનાર આરોપી શખ્સને દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી કુલ 1.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.