ટ્રેઈન હેઠળ આવી જતાં માધાપરના 27 વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

ટ્રેઈન હેઠળ આવી જતાં માધાપરના 27 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ   ભુજ તાલુકાનાં માધાપરમાં  હોટલ ભવાની પાછળ આવેલા શાલીભદ્ર નગરમાં રહેતો 27 વર્ષીય યુવાન દિનેશભાઇ  પરેશભાઇ વેદાંત ગત દિવસે રાતના સમયે તેમના ઘર નજીક રેલવે પાટા પર ટ્રેન તળે આવી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ યુવાનને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.   આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.