ભુજ ખાતે આવેલ કોટડાની કંપનીમાં કોઈ સ્ફોટક પદાર્થ  ફાટતાં 18 વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

ભુજ ખાતે આવેલ કોટડાની કંપનીમાં કોઈ સ્ફોટક પદાર્થ ફાટતાં 18 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ   મૂળ ઉત્તરપ્રદેશના 18 વર્ષીય આશમહોમદ તસીન   ઇન્સ્ટસ્ટર  કંપનીમાં ટાવરના ફીડર બનાવવામાં હેલ્પર તરીકે કામ કરતા હતા. જાણવા મળીએ રહ્યું છે કે કંપનીમાં કોઈ સ્ફોટક પદાર્થના  વિસ્ફોટથી આ યુવાનને માથા તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે આ યુવાનને સારવાર અર્થે તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ખાવડા પોલીસે આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.