હળવદ ખાતે આવેલ ખોડ ગામના તળાવ નજીકથી ઈંગ્લીશ દારૂની ૩૫ બોટલ કબ્જે : આરોપી ફરાર
copy image

હળવદ ખાતે આવેલ ખોડ ગામના તળાવ નજીકથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૩૫ બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ખોડ ગામના તળાવના કાંઠે દારૂનો જથ્થો રાખી ઈ શખ્સ વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૩૫ બોટલ કબ્જે કરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.