કચ્છ લોકસભા માં એક ઐતિહાસિક વિજય નો સાક્ષી બનશે – સાંસદશ્રી વિનિદભાઈ ચાવડા

સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ પ્રચાર પ્રસારમાં જણાવ્યુ હતું કે, સહકાર તમારો સિધ્ધી આપણી ના મંત્ર સાથે સહુનો સાથ સહુ નો વિકાસ એ સહુના વિશ્વાસ સાથે આપણે સૌ એ આપણા માનવતા વડાપ્રધાનશ્રી ના નિર્મલ ભારત, સશક્ત ભારત, આત્મ નિર્ભર ભારત બનાવવાની નેમ ને સાર્થક બનાવવા સૌ ના પ્રયાસ થકી સાર્થક કરવાનું છે.

ધ્રંગ ગામે દાદા મેકરણ સ્થાને દર્શન અને સંતવાણી, ભુજ લોક સભા મધ્યથ કાર્યાલયે જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ની ઉપસ્થિતિ માં વિધાન સભા પ્રભારીઓ, સંયોજકો, વિવિધ મંડળ ના પ્રભારીઓ, મોરચાના પ્રમુખ – મહામંત્રીઓ સાથે બેઠક કરી હતી. 

તારીખ ૦૮/૦૩/૨૦૨૪ શુક્રવારે માંડવી જ્ઞાનગિરિજી મઠ ગાદીપતિ શ્રી વસંતગિરિજી સાથે શુભેચ્છા મુલાકાત કરી ફરાદી પ.પૂ. ગિરિબાપુના શ્રી મુખે ચાલતી શિવકથા માં હાજરી આપી કોડાય ગામે જૈન મુનીશ્રી પ.પૂ. વિધાચંદ્રજી મહારાજ સાહેબના દર્શન નો લાભ લઇ ગઢશીશા હિન્દુ સમાજ મહા શિવરાત્રી મહોત્સવ માં તથા પ.પૂ. આઇ ચંદુમાં ના આશીર્વાદ મેળવ્યા હતા. રતડીયા પીઠ આશાપુરા માતાજી અને ડોણ જયોતેશ્વર દર્શન કરી રાજડા ટેકરીએ આશીર્વાદ મેળવ્યા હતા. 

સતત પ્રવાસ - દર્શન - લોક સંપર્ક સાથે શ્રી વિનોદભાઇ ચાવડા વિકસિત ભારત વિકસિત ગુજરાત માટે કાર્યરત છે.