ભરૂચ તાલુકાના ટંકારીયા ગામેથી ચોરીની એક્ટીવા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ મયુર ચાવડા નાઓએ ભરૂચ જીલ્લામાં મિલ્કત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચનાઓ આધારે પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.પી.વાળા એલ.સી.બી.નાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં મિલ્કત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમ બનાવી, જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી, સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવરનાઓની ટીમ ભરૂચ શહેરમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમ્યાન ખાનગી રાહે ચોક્ક્સ બાતમી મળેલ કે “ ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે અસરફ ઇકબાલ ડાહ્યા નામનો ઇસમ નંબર વગરની બ્લ્યુ કલરની શંકાસ્પદ એક્ટીવા લઇ ફરે છે ” જે બાતમીના આધારે એલ.સી.બી.ટીમ ટંકારીયા ગામે વોચમાં રહી, ટંકારીયા ગામમાં પારખેત રોડ ઉપરથી એક ઇસમને નંબર વગરની બલ્યુ કલરની એક્ટીવા6G સાથે ઝડપી પાડી, તેની પાસે એક્ટીવાના R.T.O ને લગતા તથા એક્ટીવાનો કબ્જો ધારણ કરવા બાબતેના દસ્તાવેજો કે આધાર-પુરાવો માંગતા તે રજુ કરી શકેલ નહી અને બહાના બતાવતો રહેલ અને સંતોષકારક જવાબ નહી આપી શકતા પોલીસ વિભાગને સરકારશ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ અતિ મહત્વના પોકેટકોપ મોબાઇલ મારફતે એક્ટીવાના એન્જીન નંબર આધારે વિગત મેળવતા એક્ટીવા નંબર GJ 16 DA 6553 નો અને તેનો માલીક અંકલેશ્વરનો હોવાનું માલુમ પડેલ.
જેથી એલ.સી.બી. ટીમ દ્વારા વાહન માલીકનો સંપર્ક કરી વિગત મેળવતા સદર એક્ટીવા ડીસેમ્બર-૨૦૨૧ માં અંકલેશ્વર સ્ટેશન રોડ ગુલશન શોપિંગ સામેથી ચોરાયેલ હોવાની હકિકત જણાયેલ. જેથી પકડાયેલ ઇસમની ઉંડાણપુર્વક અને સઘન પુછપરછ હાથ ધરતા તે ભાંગી પડેલ અને કબુલાત આપેલ સદર એક્ટીવા ચોરીની હોવાનું જાણવા છતાં સસ્તામાં મળતી હોવાથી સુરત જીલ્લાના કોસંબાના નઇમ ઇકબાલ શેખ પાસેથી ખરીદેલ હતી અને શહેરમાં પોલીસનું ચેકિંગ વધારે હોય જેથી પોલીસમાં પકડાઇ જવાના ડરથી તે આ એક્ટીવા ગામડાઓમાં રોજીંદા કામકાજમાં ઉપયોગ કરતો હતો. સદર અરોપી પાસેથી ચોરીની મળી આવેલ એક્ટીવા કબ્જે લઇ, એક્ટીવા આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી, પકડાયેલ આરોપી વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી, પાલેજ પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે અને અંકલેશ્વર શહેર પો.સ્ટે. જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી
અસરફ ઇકબાલ જાતે ડાહ્યા ઉ.વ.૩૬ રહેવાસી. ટંકારીયા પીપળા સ્ટ્રીટ તા.જી.ભરૂચ
વોન્ટેડ આરોપી
નઈમ ઉર્ફે શાનુ ઇકબાલભાઇ શેખ રહેવાસી. ફ્લેટ નંબર 210 અલનુર એપાર્ટમેન્ટ હથુરણ રોડ કોસંબા તા.માંગરોળ જી.સુરત
કબ્જે કરેલ મુદ્દામાલ
6G એક્ટીવા નંબર GJ 16 DA 6553 કીંમત રૂપીયા.40,000/-
શોધી કાઢેલ ગુનાની વિગત
અંકલેશ્વર શહેર પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૯૦૦૪૨૧૩૦૨૫/૨૦૨૧ ઇ.પી.કો ૩૭૯ મુજબ
વોન્ટેડ આરોપીનો ગુનાહીત ઇતીહાસ
સને ૨૦૨૧ માં અંકલેશ્વર શહેરમાં ૦૫ મો.સા. ચોરીના ગુનામાં પકડાયેલ છે.
સને ૨૦૨૨ અંકલેશ્વર શહેરમાં ૧૦ મો.સા. ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે.
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઇ. ડી.એ.તુવર તથા એ.એસ.આઇ.અજયભાઇ રાઠવા તથા અ.હે.કો. સંજયદાન, અ.હે.કો.કુંદનભાઇ તથા પો.કો.વિજયભાઇ એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ