ભચાઉ ખાતે આવેલ આંબલીયારામાં ટાવરમાં લગાવવામાં આવેલ 48 હજારની કિંમતની બેટરીઓની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ

ભચાઉ ખાતે આવેલ આંબલીયારામાં ટાવરમાં લગાવવામાં આવેલ 48 હજારની કિંમતની બેટરીઓની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મેકસ સિકયુરીટ પ્રા.લીના પૂર્વ કચ્છના ઈન્ચાર્જ રઘુભા જીલુભા ઝાલા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર અજાણ્યા આરોપી શખ્સો આંબલીયારા ગામમાં લગાવેલ ઈન્ડસ ટાવર ઉપર લગાવેલ 600 એ.એચ.પાવરની 24 બેટરીઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.