ભુજમાં એસએસસીની પરીક્ષા શરૂ તથા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવાઇ

આજથી કચ્છ જિલ્લામાં એસએસસી અને એચએસસીની પરીક્ષાનો પ્રારંભ તથા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવાનો એક કાર્યક્રમ શહેરની ઓલફ્રેન્ડ હાઇસ્કુલ ખાતે વહેલી સવારે યોજવામાં આવ્યો હતો ભુજ શહેરની સત્યમ સંસ્થા તાનારીરી મહિલા અને ઇનરવિલ ક્લબ ફ્લેમિંગો દ્વારા આજે આ કાર્યક્રમમાં ભુજના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે ના પ્રમુખ સ્થાને અને મહિલા અગ્રણી રામુબેન પટેલ તેમજ રિટાલીબેન ગણાત્રા વગેરેની ઉપસ્થિતિમાં આ શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આતકે દર્શક ભાઈ અંતાણી, નરેન્દ્ર ભાઈ સ્વાદિયા, લલીતાબેન પટેલ, દક્ષાબેન બારોટ, ધારાશાસ્ત્રી આરતીબેન ઝાલા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા બાળકોને કુમકુમ તિલક પુષ્પકુજ, બોલપેનો, વગેરે આપવામાં આવ્યા હતા સ્કૂલની અંદર વહેલી સવારથી શુભેચ્છાઓ પાઠવવા માટે વિવિઘ સંસ્થાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ તકે શંકરભાઈ સચદે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે આજે પરીક્ષા આપનારો તમામ વિદ્યાર્થીઓ સારા માર્કસથી પાસ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આતકે શારદાબેન ઠક્કર, ઉપસ્થિત રહી અને શુભેચ્છા પાઠવી હતી દરમિયાન ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લા તેમજ ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે બાળકોને બોલપેનો પણ વિતરિત કરવામાં આવી હતી સાથે સંસ્થાઓનો આભાર,