ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અમિત અરોરા દ્વારા નિયુક્ત સ્ટાફને માર્ગદર્શન અપાયું
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ઉમેદવારો/રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમિયાન કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે જિલ્લાકક્ષાએથી દરેક વિધાનસભા મત વિભાગ વાઇઝ ટીમની ફાળવણી કરવામાં આવી છે. જેમાં FST/SST/VST/VVT, એકાઉન્ટીગ ટીમ તેમજ આસિસ્ટન્ટ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વરશ્રીઓને આ કામગીરી માર્ગદર્શન આપવા માટે ટાઉન હોલ, ભુજ ખાતે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં ઉપસ્થિત તમામ ટીમોના નિયુક્ત કર્મચારીશ્રીઓને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અમિત અરોરા તેમજ નોડલ અધિકારીશ્રી એક્ષ્પેન્ડીચર મોનિટરીંગ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફની કામગીરી માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ હેડક્વાર્ટર દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
આ સમગ્ર તાલીમ માસ્ટર ટ્રેનરશ્રીઓ આપવામાં આવી હતી. તાલીમના અંતે તમામ કામગીરી ઝીણવટભરી અને ચોક્કસાઇપૂર્વક થાય તે માટે આસિસ્ટન્ટ નોડલ એક્ષ્પેન્ડીચર મોનિટરીંગ અને જિલ્લા સહાયક નિરિક્ષકશ્રી (સ્થાનિક ભંડોળ) ભુજ દ્વારા સૂચના આપવામાં આવી હતી તેમ ચૂંટણી શાખા કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.