એકલવાયું જીવન ગુજારતા મોટા રેહાના યુવાનની ધારદાર હથિયાર વડે હત્યા : ભુજ તાલુકાનાં મોટા રેહા ગામે શ્રમજીવી યુવાનની હત્યા કરી આરોપી શખ્સો થયાં ફરાર

kisspng-stabbing-crime-murder-death-psycho-stab-5ae82c47542fc9.9349171915251651273448

copy image

copy image

હાલમાં જ હત્યાનો ચકચારી મામલો સમી આવી રહ્યો છે ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભુજ તાલુકાનાં મોટા રેહા ગામે શ્રમજીવી યુવાનની ધારદાર હથિયાર વડે હત્યા કરી આરોપી શખ્સો ફરાર થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે વહેલી સવારના અરસામાં હતભાગી 38 વર્ષીય અતુલ પચાણ મહેશ્વરી નામના યુવકનો મૃતદેહ તેના ઘરેથી લોહીલુહાણ હાલતમાં મળી આવતા ભારે ચકચાર પ્રસરી છે. જાણવા મળી રહ્યું છે કે આ હત્યાના બનાવની જાણ થતાં જ  પધ્ધર પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં મૃતદેહને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પોસમોર્ટમ માટે ખસેડવામાં આવેલ છે. આ અંગે વધુમાં માહિતી મળી રહી છે કે, ભુજ તાલુકાનાં  મોટા રેહા ગામે છૂટક મજૂરી કામ કરતો અને એકલવાયું જીવન ગુજારતો અતુલ મહેશ્વરી નામના યુવાનનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજયું છે.આ મામલે તપાસ જારી છે.