બેટરી ચોરીનો વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરાયેલ રૂ.૪૮૦૦૦/-બેટરીનો 100% મુદ્દામાલ રિકવર કરતી સામખીયાળી પોલીસ
શ્રી જે.આર.મોથલીયા સાહેબ મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામાં બનતા ઘરફોડ ચોરી,વાહનચોરી,મોબાઈલ ચોરી તેમજ અન્ય ચોરીઓના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા અને ચોરીઓની પ્રવૃતી કરતાં ઇસમોને પકડી પાડવા કરવા આપેલ સુચન અન્વયે શ્રી સાગર સાબડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ
શ્રી વી.આર. પટેલ સીની.પોલીસ સબ ઈન્સપેકટરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પ્રાઇવેટ વાહનમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આંબલીયારા ગામમા આવેલ ઇન્ડસ કંપનીના ટાવરની પાવર બેટરીઓ ચોરી થયેલ છે તે બેટરીઓ પ્રશાંતકુમાર શિવપ્રકાશ સિંગ હાલે રહે.સામખીયાળી તા.ભચાઉ વાળાના મકાનમાં રાખેલ છે જેથી બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા બેટરીઓ નંગ ૨૪ સાથે ત્રણ ઇસમો હાજર મળી આવેલ જેથી મળી આવેલ બેટરીઓ અંગે ત્રણેય ઇસમોને પુછપરછ કરતા આંબલીયારા ગામમા આવેલ ઇન્ડસ કંપનીના ટાવરમાથી બેટરી નંગ ૨૪ ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી બેટરીઓ નંગ ૨૪ રિકવર કરી ત્રણેય ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.
શોધાયેલ ગુનો સામખીયાળી પો.સ્ટે ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૧૨૪૦૦૫૪/૨૦૨૪ ઇ.પી.કો.કલમ ૩૭૯
પકડાયેલ આરોપીઓ
(૧)મનુજી પુનાજી ઠાકોર(ભિલડીયા) ઉ.વ.૩૦ રહે. જુના બસ સ્ટેન્ડ પાસે ફાયદા બજર ઉપર
સામખીયાળી તા ભચાઉ મુળ રહે કુવારવા તા.કાંકરેજ જી.બાનાસકાંઠા (૨) પ્રશાંતકુમાર શિવપ્રકાસિંગ ઉ.વ. ૨૮ રહે હાલે.તિર્થ સોસાયટી લક્ષ્મી પેટ્રોલ પંપ પાછળ સામખીયાળી તા.ભચાઉ મુળ રહે. મકાન નં.૩/૫૪ વિશેષખંડ ગોમતીનગર લખનૌ ઉત્રપ્રદેશ
(૩) અશોકજી વઘાજી ઠાકોર (સબોસણા) ઉ.વ.૩૧ રહે. કૈલાશનગર સ્કુલની પાછળ ભારતનગર રેલ્વે ઝુપડપટ્ટી ગાંધીધામ તા. ગાંધીધામ મુળ રહે. સવપુરા તા.કાંકરેજ જી.બનાસકાંઠા