ચોરીના ગુનાના આરોપીને શોધી વણશોધાયેલ ગુન્હો ડિટેક્ટ કરી ચોરીમા ગયેલ મુદ્દામાલને પુરે-પુરો ૧૦૦ ટકા રીકવર કરતી વાયોર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી,પશ્ચિમ કચ્છ,ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગના નખત્રાણા દ્વારા મિલકત સબંધી નોંધાયેલ અનડિટેક્ટ ગુન્હાઓનું શોધન કરવા તેમજુ બનતા ગુન્હાઓ અટકાવવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંધાને વાયોર પોલીસ સ્ટેશન પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૧૨૪૦૦૫૮/૨૦૨૪ IPC કલમ ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબના કામે ફરિયાદીની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની ટાઉનશીપમાં આવેલ ડી.જી. હાઉસના મેઇન ગેટનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી અંદર આવેલ સ્ટોરરૂમનો તાળુ તોડી સ્ટોરરૂમમાં પડેલ ૧૫૦ મીટરનો ૬ એમ.એમ. નો કેબલ વાયર જેની એક મીટર કેબલ વાયરની કિંમત રૂપીયા-૮૦/- – લેખે જે ૧૫૦ મીટર કેબલ વાયરની કુલ્લ કિંમત રૂપીયા-૧૨૦૦૦/- તેમજ ૬૦ મીટર અને ૮૦ મીટરના ૧૦ એમ.એમ.ના બે ટુકડા જે એક મીટરનો ભાવ ૧૦૦/- લેખે જે કુલ્લ ૧૪૦ મીટરનો કેબલ વાયરની કિંમત રૂપીયા-૧૪૦૦૦/- તથા ૧૦ મીટરનો ૪ એમ.એમ. નો કેબલ વાયર જેના એક મીટરની કિંમત રૂપીયા-૩૦/- લેખે ૧૦ મીટર કેબલ વાયરની કુલ્લ કિંમત રૂપીયા- ૩૦૦/- તથા સ્ટ્રીટ લાઇટ નંગ-૦૫ જે એક નંગની કિંમત રૂપીયા. ૧૫૦/- લેખે કુલ્લ-૦૫ નંગની કિંમત રૂપીયા-૭૫૦/- એમ કુલ્લ કિંમત રૂપીયા- ૨૭,૦૫૦/- ના મુદ્દામાલની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયેલ અંગેની ફરિયાદ આપતા ઉપરોક્ત ગુન્હો જાહેર થયેલ હોય જે અંગે પોલીસ સબ ઈન્સપેક્ટર આઇ.આર. ગોહિલની તથા એ.એસ.આઇ. રવિન્દ્રસિંહ સોઢા, પો. હેડ કોન્સ. અનકભાઇ, પો.કોન્સ.વિક્રમભાઇ ચૌધરી, ભરતભાઇ ચૌધરી તથા ઓમદેવસિંહ રાણા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમ્યાન પો.સબ.ઇન્સ. આઇ.આર.ગોહિલ સા. ને હ્યુમન સોર્સથી મળેલ બાતમી હકિકત આધારે વાયોર પો.સ્ટે. ગુરન.૧૧૨૦૫૦૪૧૨૪૦૦૫૮/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૩૮૦,૪૫૭,૧૧૪ મુજબનો વણશોધાયેલ ગુનો શોધી આરોપીઓ (૧) અલીઅકબર ઓસમાણ પઢીયાર ઉ.વ.૨૪ (૨) મુકેશ ગોવિંદ મારવાડા ઉ.વ.૨૪ રહે બન્ને.ખારાઇ, તા. લખપત વાળાઓને હસ્તગત કરી ચોરીમા ગયેલ પુરેપુરો ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આરોપીઓએ અન્ય કોઈ વધુ ચોરીઓ કરેલ છે કે કેમ? તે અંગેની તપાસ ચાલુમાં છે.

પકડાયેલ આરોપીઓના નામ,સરનામા:-

(૧) અલીઅકબર ઓસમાણ પઢીયાર ઉ.વ.૨૪ રહે. ખારાઇ, તા. લખપત-કચ્છ (૨) મુકેશ ગોવિંદ મારવાડા ઉ.વ.૨૪ રહે. ખારાઇ, તા.લખપત-કચ્છ

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરી વાયોર પો.સ્ટે. ના પોલીસ સબ ઈન્સપેક્ટર આઈ.આર. ગોહિલ તથા એ.એસ.આઇ. રવિન્દ્રસિંહ

સોઢા તથા પો. હેડ કોન્સ. અનકભાઈ બી. ભુકણ તથા પો. કોન્સ. વિક્રમભાઇ ચૌધરી, ભરતભાઈ ચૌધરી તથા

ઓમદેવસિંહ રાણા નાઓ દ્વારા કરવામાં આવેલ છે. “