વરસામેડીના સીમમાંથી જુગાર રમતા 9 શંકુઓ પકડાયા

પુર્વ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાન્ચે વરસામેડીની સીમમાં આવેલા શાંતિધામ વિસ્તારમાં રેડ પાડીને 9 જુગાર રમતા શંકુઓને 37,800 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પુર્વ કચ્છ એલસીબીના સુત્રોએ જણાવ્યુ હતુ કે બુધવારના અરસામાં અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલા શાંતિધામ 3ના ગરબી ચોકમાં જાહેરમાં રમાતા જુગાર પર રેડ પાડીને ભાવિનભાઈ નારણભાઈ સુથાર (ઉ.વ.25), કિશનભાઈ પ્રતાપસીંહ ચૌહાણ (ઉ.વ.53), મેઘજીભાઈ પુંજાભાઈ કાટૅચા (ઉ.વ.35), ફકીરમામદ ઓસમાણ મીર (ઉ.વ.42), ઉમેશભાઈ મોહનભાઈ દરજી (ઉ.વ.40), સુમારભાઈ વાલજીભાઈ મહેશ્વરી (ઉ.વ.42), ગોવિંદભાઈ મેમાભાઈ આહીર (ઉ.વ.53), અનીરુદ્ધસિંહ બટુકસિંહ જાડેજા (ઉ.વ.35), હાસમ ફકીરમામદ લાડક (ઉ.વ.27) ને 32,800 રોકડ અને 5,000 ની કિંમતના ચાર મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા. કુલ 37,800નો મુદામાલ કબ્જે કરીને એલસીબીએ આગળની તપાસ માટૅ અંજાર પોલીસ સ્ટૅશનને સોંપ્યા હતા. આ કામગીરીમાં ઈન્ચાર્જ પીએસઆઈ એમ.એસ. રાણા, એએસઆઈ પ્રવિણસિંહ પલાસ, પ્રહલાદસિંહ ચુડાસમા, નરશીભાઈ પઢીયાર, પુષ્પરાજસિંહ ગોહિલ સહિતની ટીમ જોડાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *