ભુજમાં LCBના નામે બુટલેગરના ઘરમાં બે શંકુએ તોડફોડ કરી
ભુજના મહાવીરનગરમાં રહેતાં અને અનેકવાર શરાબના કેસમાં ઝડપાયેલ ચુકેલા બૂટલેગરના ઘરમાં મંગળવારના રાત્રના અરસામાં એલસીબીના નામે બે ઇસમોએ શરાબની દરોડો કરવાના બહાના હેઠળ તોડફોડ કરી ઘરવખરીને રફેદફે કરી નાખતાં ઇસમોઓ વિરુધ્ધ પોલીસમાં ગુનો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે તેમજ મહાવીરનગરના પ્રશાંતપાર્ક- 2માં રહેતા હિતેશગર દેવગર ગોસ્વામીના પત્નિ આશાબેનની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, તોડફોડનો બનાવ મંગળવારના રાત્રીના અરસામાં બન્યો હતો. ઈસમ ભાવેશ ઊર્ફે ધરમ મોહનદાન ગઢવી અને ગોવિંદ નારણ ગઢવી નામના બે ઇસમો પોતાની એલસીબી પોલીસમાં હોવાની ઓળખ આપી ઘરમાં પ્રવેશ્યા હતા. અને શરાબનો દરોડો પાડવા આવ્યા હોવાનું જણાવીને ઘરના બેડરૂમમાં તલાશી કરી બધો સામાન વેરવીખેર કરી નાખ્યો હતો. બેડરૂમમાં રહેલા પેટીપલંગ પર ચાર વર્ષનો બાળક સૂતો હતો ત્યારે તેમણે પલંગનું પાટીયું ઊંચુ કરી ચેક કરવા પ્રયાસ કર્યો હતો. ત્યારે ફરિયાદી મહિલાએ તેમને રોકવા જતાં તેને ધકો વાગતાં મોઢા પર ઇજા થઈ હતી. બનાવ સમયે હિતેશ હાજર ન હોઇ મહિલાએ બુમા બુમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા ત્યારે ઇસમોઓ નાશી ગયા હતા. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસમાં ઇસમાઓઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઇસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલેખનીય છે કે જેના ઘરમાં બનાવ બન્યો હતો તે યુવક હિતેશ અગાઉ શરાબના કેસમાં ઝડપાયેલ ચુક્યો છે અને તેની સામે તડીપારનો હુકમ પણ કરવામાં આવ્યો છે જો કે હાલ પોલીસે એલસીબીના નામે બોગસ દરોડો પાડવાની કોશીશ કરનારા ઇસમોઓને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે.