ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

image

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબ નાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મચારીઓ ગઢશીશા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન મકડા ગામના બસ સ્ટેશન પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “ભરતસિંહ જાડેજા રહે. પોલડીયા તા.માંડવી વાળો પોતાના રહેણાંક મકાનના આગંણામાં ખુલ્લામાં અમુક ઇસમો ભેગા મળી ગંજીપાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે.” તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકિકત મળેલ હોય જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા ઉપર મુજબના ઇસમોને ગેરકાયદેસર રીતે ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા ઉપરની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.