ભુજ ખાતે આવેલ નારાણપર ગામે ધોળા દિવસે બંધ મકાનના તાળાં તોડી 5.77 લાખની તસ્કરી થતાં ચકચાર

copy image

copy image

ભુજ ખાતે આવેલ નારાણપર ગામે ધોળા દિવસે બંધ મકાનના તાળાં તોડી 5.77 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ આ ચોરીના બનાવ અંગે  ભાવિકભાઈ મેઘજીભાઈ પિંડોરિયા દ્વારા માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર નારાણપર ગામે ધોળા દિવસે માત્ર ત્રણ જ કલાકમાં 33 તોલા સોના અને ચાંદીના દાગીના સહિત રોકડ 35 હજાર સહિત 5.77 લાખની તસ્કરી કરી આરોપી શખ્સો ફરાર થઈ ગયા હતા. ગત સોમવારના સવારના સમયે ફરિયાદી બહાર ગયા હતા.જ્યાં પાછળથી ચોર ઈશમોએ બંધ ઘરના તાળાં તોડી 3 કલાકમાં 33 તોલા સોના અને ચાંદીના દાગીના સહિત રોકડ 35 હજાર સહિત 5.77 લાખની તસ્કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આરોપી શખ્સોને ઝડપી પાડવા આગળની વધુ કાર્યવાહી આરંભી છે.