બોર્ડ પરિક્ષાથી ડરીને ભાગેલ વિદ્યાર્થી મુંબઈથી મળી આવ્યો

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ભુજ ખાતે આવેલ લોડાઈમાં આવેલી પ્રેમનિવાસ લિટલ ફ્લાવર હોસ્ટેલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી બોર્ડની પરિક્ષાની બીકના કારણે પરીક્ષાના ત્રણ દિવસ પૂર્વે હોસ્ટેલમાંથી ભાગી ગયો હોવાનો મામલો સામે આવી રહ્યો છે ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ વિદ્યાર્થી મુંબઈથી મળી આવેલ હતો.  ભુજ તાલુકાનાં લોડાઈ ગામમાં આવેલી હોસ્ટેલમાં અભ્યાસ કરતો ધોરણ 10નો આ વિદ્યાર્થી ગત શુક્રવારના સવારના સમયે હોસ્ટેલમાંથી ભાગી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે હોસ્ટેલના કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીના વાલીને આ બનાવ અંગેની જાણ કારવામાં આવતા આસપાસના વિસ્તારમાં તેની શોધખોળ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારમાં ક્યાય પણ આ વિદ્યાર્થીનો કઈ પતો ન મળતા પદ્ધર પોલીસ મથકે અપહરણ અંગે ફરિયાદ પણ નોંધાવવામાં આવેલ હતી. ત્યારે હોસ્ટેલમાંથી ભાગેલો આ વિદ્યાર્થી મુંબઈ રેલ્વે સ્ટેશન પર પોલીસની નજરે ચડતા આ વિદ્યાર્થીની પૂછપરછ કરી અને સમગ્ર બનાવની જાણ પદ્ધર પોલીસને કરવામાં આવે હતી. બાદમાં આ વિદ્યાર્થીને સહી સલામત પરત લાવવામાં આવેલ હતો. વધુ તપાસ કરવામાં આવતા હોસ્ટેલમાંથી ભાગી ગયેલો વિદ્યાર્થી સ્કુલમાં પોતાને પરીક્ષા નથી આપવી તેવું રટણ કરતો હોવાનું પણ ખૂલ્યું હતું.