અંજાર ખાતે આવેલ બુઢારમોરા અને ધમડકા હાઇવે રોડ પર ઓવરટેકના ચક્કરમાં બે ટ્રક અથડાતાં ચાલકનું મોત

copy image

copy image

અંજાર ખાતે આવેલ બુઢારમોરા અને ધમડકા હાઇવે રોડ પર બે ટ્રક અથડાતાં એક ચાલકrochie plaja tricotata cu gauri bej womens air jordans mochila anekke arizona scaffalatura cantilever Italy hq8716 Italy ισοθερμικο μπλουζακι stok accessoire cheveux annees 30 chez amazon amazon goldkette 24 karat herren xbox 360 freezing långa jeanskjolar bauchtasche eastpak bauchtasche eastpak lyngdorf mp 50 hdmi upgrade chia seeds benefits for women vans sandals australiaનું મોત થયું હતું તેમજ વધુ એક ઘાયલ થયો હતો. આ બનાવ ગત રવિવારના બપોરના અરસામાં બન્યો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ અંગે  મૃતકના ભાઇ દ્વારા દુધઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદિનો નાનો ભાઇ હુકમસિંહ ગત તા.9/3ના વાયોરના અલ્ટ્રાટેક સેવાગ્રામથી સિમેન્ટની બોરી લોડ કરી સુરેન્દ્રનગર ખાલી કરવા ગયેલ હતો. તે ત્યાંથી ખાલી ગાડી લઇ ભુજ પરત આવી રહ્યો હતો તે દરમ્યાન બુઢારમોરા ધમડકા વચ્ચે ભુજ તરફથી પૂરપાટ આવી રહેલા બલ્કર ટ્રકના ચાલકે ઓવરટેક કરવા જતાં તેમના નાના ભાઇના ટ્રકમાં ટક્કર મારી હતી. જેથી આ ટ્રકના ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજયું હતું. તેમજ અન્ય ટ્રકના ચાલકને ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.