સૌરાષ્ટ્ર ગુજરાતમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો : પોરબંદરના દરિયામાંથી 480 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટમાંથી છ શખ્સો ઝડપાયા

copy image

copy image

સૌરાષ્ટ્ર ગુજરાતમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાનો મામલો સામે આવી રહ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર  પોરબંદરના દરિયામાંથી 480 કરોડના ડ્રગ્સ સાથેની પાકિસ્તાની બોટ કબ્જે કરવામાં આવી હતી જેમાં છ શખ્સોની અટક કરેલ હોવાનું સામે આવી રહ્યું છે.વધુમાં સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો તથા એટીએસ દ્વારા આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. જેમાં ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, પોરબંદરના દરિયામાં તલાશી અભિયાન દરમ્યાન શંકાસ્પદ બોટનો પીછો કરી તેને ઝડપી પાડવામાં આવી હતી. આ બોટમાંથી 480 કરોડનું ડ્રગ્સ મળી આવતા  સૌરાષ્ટ્રના કાંઠે જ ઉતારવામાં આવેલ હતું. આ મામલે આ ડ્રગ્સ કેમ અને કોને ડિલેવર કરવામાં આવી રહ્યું હતું તે અંગે આગળની વધુ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.