જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ-કચ્છ જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.દવે નાઓએ ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને પ્રોહી જુગારના કેશો કરવા સુચના આપેલ હોય જે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે નવી સુંદરપુરી ગાંધીધામ ખાતેથી પત્તા વડે જુગાર રમતા રોકડા રૂપીયા સાથે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓના નામ
રસીકભાઈ મંગલગીરી ગુસાઈ ઉવ.૪૨ રહે.નવી સુંદરપુરી ગાંધીધામ
મોહનભાઈ ભોજાભાઈ સથવારા ઉવ.૬૦ રહે. નવી સુંદરપુરી ગાંધીધામ
પાંચાભાઈ બીજલભાઈ સથવારા ઉવ.૫૮ રહે. નવી સુંદરપુરી ગાંધીધામ
કનુભાઈ વસ્તાભાઈ બારોટ ઉવ.૫૫ રહે.નવી સુંદરપુરી ગાંધીધામ
કાનજીભાઈ બીજલભાઈ સથવારા ઉવ.૫૮ ૨હે.નવી સુંદરપુરી ગાંધીધામ
રામજીભાઈ રાજાભાઈ સથવારા ઉવ.૫૯ રહે.ભારતનગર ગાંધીધામ
મોબીનભાઈ ઉદ્રેમાન હિંગોરજા ઉવ.૬૫ રહે.સુભાષનગર ગાંધીધામ