ચોરી કે છળકપટથી મેળવેલ લોખંડના ભંગારનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ દ્રારા જિલ્લામા ચોરી કે છળકપટથી મેળવેલ ગે.કા મુદામાલ શોધી કાઢવા થયેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના ઇ.પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.વી.ગોજીયા નાઓની સુચના અન્વયે ભચાઉ પોલીસ સ્ટાફના માણસો ભચાઉ થી સામખીયારી નેશનલ હાઇવે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે આર.ટી.ઓ પાસે આવેલ મિનિ પંજાબ હોટલની બહાર આવેલ ખુલ્લી જગ્યામા ચોરી કે છળકપટથી મેળવેલ લોખંડનો જથ્થો રાખેલ છે જે બાતમી હકીકત આધારે સદરહુ જગ્યાએ જઇ તપાસ કરતાં એક ઇસમ હાજર મળી આવેલ જેનું પંચો રૂબરૂ નામઠામ પુછતાં પોતે પોતાનું નામ ઝુબેર એહમદ મણીહાર ઉ.વ ૨૭ રહે આર.ટી.ઓ પાસે વોંધ તા. ભચાઉ વાળો હોવાનું જણાવેલ મજકુર ઇસમ પાસે સદરહું મુદામાલ અંગે પાસે બીલ કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે ન હોવાનુ જણાવેલ સદર હું મુદ્દામાલ ચોરી કે છળકપટથી મેળવેલ હોઇ પકડાયેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી-

(૧) ઝુબેર એહમદ ઇલીયાસ મણીહાર ઉ.વ ૨૭ રહે આર.ટી.ઓ પાસે વોંધ તા.ભચાઉ

કબ્જે કરેલ મુદામાલ –

લોખંડનો ભંગાર (સ્ક્રેપ) વજન ૯૧ કિ.ગ્રા જે કિ.રૂ.૫૦૦૫/-

સદર કામગીરી નીચે મુજબના અધિઅકારીશ્રી/કર્મચારીઓ દ્રારા કરવામાં આવેલ છે.

(૧) એસ.વી.ગોજીયા પોલીસ ઇન્સ્પેકટર

(૨) જે.જે ત્રિવેદી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.