ગાંધીધામમાં બસમાં ચડતી વેળાએ મહિલાના પર્સમાંથી  4.40 લાખની કિંમતના સોનાના પાટલા સેરવી લેવાયા

ગાંધીધામ એસ.ટી. બસ સ્ટેશનમાં એક મહિલાના પાકિટમાંથી 4.40 લાખની કિંમતના સોનાના પાટલાની તસ્કરી થતાં ભારે ચકચાર પ્રસરી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ એસ.ટી. બસ સ્ટેશનમાં ચડતા સમયે કોઈ અજાણ્યા ચોર ઈશમે આ મહિલાના પર્સમાંથી 4.40 લાખની કિંમતના સોનાના પાટલા સેરવી લીધા હતા.આ બનાવ ગત તા.11/3ના બન્યો હતો.  આ બનાવ અંગે પ્રશાંત રામભા ગઢવી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી  તેમના પરિવારજનો સાથે  લાકડિયા કૌટુંબિક લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા. તેઓ  બસમાં સવાર થયા હતા.  ત્યાર બાદમાં બસ પડણા નજીક પહોંચતા ફરિયાદીના  પત્નીના પાકિટ ખોલતા પાકિટમાંથી 80 ગ્રામના સોનાના  પાટલા ગાયબ જણાયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.