હત્યાના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા  આરોપી શખ્સને સામખિયાળી પોલીસે દબોચી લીધો

copy image

copy image

 સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,  હત્યાના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા  આરોપી શખ્સને સામખિયાળી પોલીસે દબોચી લીધો હતો. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ સમખિયાળી પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, હત્યાના ગુનામાં સામેલ છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી શિકારપુરમાં એક રહેણાક મકાનમાં આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને, બાતમી વાળા સ્થળ પર રેઈડ કરી આરોપી શખ્સને દબોચી લીધો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, પકડાયેલ આરોપી શખ્સ વિરુદ્ધ અન્ય ઘણા બધા ગુનાઓ નોંધાયેલ છે. પોલીસે આ મામલે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.