નખત્રાણા ખાતે આવેલ થરાવડામાં મંદિરની દાનપેટી જ ઉઠાવીને ચોર ઈશમો થયા ફરાર

નખત્રાણા ખાતે આવેલ થરાવડામાં મંદિરની દાનપેટીની ઊઠાંતરી થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ થરાવડામાં વાઘેશ્વરી માતાજીના મંદિરમાંથી ચોર ઈશમો દાનપેટી જ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. આ ચોરીના બનાવ અંગે સરપંચ ઉમરશીભાઈ છાંગા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા.2/3ના સવારના અરસામાં મંદિરના પૂજારીએ ફરિયાદીને ફોન દ્વારા જણાવેલ કે, મંદિરના દરવાજાની કડી તુટેલ હાલતમાં છે ઉપરાંત મંદિરમાં સમાન વેરવિખેર હાલતમાં પડ્યો છે. આ બાનવ અંગે જાણ થતાં તુરંત જ મંદિરે જઈ તપાસ હાથ ધરતા દાનપેટી ગાયબ જણાઈ હતી. ચોરી થયા હોવાનું સામે આવતા આ ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ દાનપેટીમાં 15000થી 20000 હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.